પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 નોટીફીકેશન જાહેર કરેલ છે. PSE (પ્રાથમિક માધ્યમિક પરીક્ષા – પ્રાઈમરી સેકન્ડરી એક્ઝામ) માટેની પરીક્ષા SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ – સ્ટેટ એક્ઝામ બોર્ડ) ગાંધીનગર દ્વારાર લેવામાં આવશે. જે ઉમેદવારો SEB PSE 2022 પરીક્ષા આપવા અંગે છે Sતેઓ સત્તાવાર વેબ સાઈટ sebexam.org પર જઈને સત્તાવાર જાહેરાતમાં વાંચી અને ઓનલાઈન અરજી શકશે.
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022
પોસ્ટ ટાઈટલ | પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 |
પોસ્ટ નામ | SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022. |
પરીક્ષા નામ | SEB PSE SSE પરીક્ષા 2022. |
પરીક્ષા | SEB પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 SEB માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 |
ધોરણને લાભ | 6 અને 9 |
ઓનલાઈન અરજી શરૂ તારીખ | 22 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2022 |
સત્તાવાર વેબ સાઈટ | https://www.sebexam.org/ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.
SEB PSE SSE પરીક્ષા 2022
હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પદ્ધતિ બંધ કરેલ છે. ફક્ત જે ઉમેદવારો મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીના/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઉમેદવારોની લાયકાત
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જીલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેના સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે.
ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેના સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ 2022
ક્રમ | પરીક્ષાનું નામ | અભ્યાસ ક્રમ |
1 | SEB પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે. |
2 | SEB માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 | માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે. |
SEB શિષ્યવૃત્તિ પરીક્ષા પદ્ધતિ 2022
ક્રમ | પરીક્ષાનું નામ | પ્રશ્ન | ગુણ | સમય |
1 | ભાષા – સામાન્ય જ્ઞાન | 100 | 100 | 90 મિનીટ |
2 | ગણિત – વિજ્ઞાન | 100 | 100 | 90 મિનીટ |
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા ફી
ક્રમ | પરીક્ષાનું નામ | પરીક્ષા ફી | માર્કશીટ / પ્રમાણપત્ર ફી | કુલ |
1 | પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | રૂ. 25/- | રૂ. 15/- | રૂ. 40/- |
2 | માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | રૂ. 35/- | રૂ. 15/- | રૂ. 50/- |
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 ફોર્મ કઈ રીતે ભરવું?
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ www.sebexam.org પર જાઓ.
- “Apply Online” બટન પર ક્લિક કરો.
- “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) સામે “Apply Now” પર ક્લિક કરો.
- Apply Now પર ક્લિક કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની વિગતો U-DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
- શાળાની વિગતો માટે શાળાના DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
- અહીં બાંહેધરી પત્રક વાંચી ટીંક કરવાનું રહેશે.
- હવે Save પર ક્લિક કરવાથી તમારી ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોએ સાચવીને રાખવો.
- હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-signature પર ક્લિક કરો. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
- ફોટો, સહી અને માર્કશીટ અપલોડ કરો (ફોટાની સાઈઝ માટે સતાવાર જાહેરાત વાંચો)
- જો તમારી અરજીમાં કોઈ પણ સુધારા ન જણાય તો હવે Confirm Application પર ક્લિક કરો અહીં તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો. (કન્ફર્મ થયેલ ઉમેદવારોની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ તેમાં કોઈ સુધારા થશે નહી)
- પરીક્ષા ફી ભરો (ઓનલાઈન ભરવાની રહેશે અને e-receiptની પ્રિન્ટ કાઢી લેવી)
- હવે Print Application / Fee Challan પર ક્લિક કરવું. અહીં તમારો કન્ફર્મ નંબર અને જન્મ તારીખ લખો પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (ભવિષ્યમાં ઉપયોગ માટે)
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
જાહેરનામું બહાર પડ્યાની તારીખ | 17/08/2022 |
ઓનલાઈન અરજી શરૂ તારીખ | 22/08/2022 |
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 06/09/2022 |
ફી ભરવાનો સમયગાળો | 22/08/2022 થી 07/09/2022 |
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા તારીખ | સંભવિત ઓક્ટોબર મહિનો |
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |